કેટલાય સમયથી મેમરી ફૂલ હોવાને લીધે મોબાઈલ હેન્ગ થતો હતો. ફાઈલ મેનેજરમાં જોયું તો મોટા ભાગની જગ્યા Photos થી રોકાયેલી હતી. કોઈ પ્રિય વ્યક્તિ સાથેની વર્ષો જૂની chat પણ સાચવી રાખવાની મારી ટેવ.ખબર હોવા છતાં કે ભવિષ્યમાં એનો કશો જ ઉપયોગ થવાનો નથી અલબત્ત કે જગ્યા રોકવા સિવાય! પણ એ જૂની chat મારા મતે પારસ્પરિક સંબંધની લાગણી તેમજ Emotional Bond દર્શાવે છે.કોઈ સામાન્ય ઘટના, કુદરતી દ્રશ્યો, અદભૂત નજારાઓ, કોઈ ઐતિહાસિક વસ્તુઓ કે પ્રિયજનો સાથે ગાળેલી ખુશીની ક્ષણો કે પછી ખુદના જ Photos પાડવાનો તેમજ તેમને સાચવી રાખવાનો એવો શોખ કે જો ભૂલથી પણ એક સારા એવા પોઝના દસ ફોટો પાડયા હોય તો પણ એ બધા સાચવી રાખવાના.એક પણ Delete કરતાં મન માને જ નહી! પણ કાલે ભારે હ્રદયે Useless Photos Delete કરવાનો નિર્ણય લીધો. જેમ જેમ Scroll Down કરતો ગયો તેમ તેમ જૂની યાદો સામે તાજી થતી ગઈ અને એક પછી એક ઘટના યાદ આવતી ગઈ. મન તો નહોતું માનતું પણ Delete કર્યા વગર છૂટકો જ નહોતો!
આ સમયે જ મને આ લેખ લખવાનો વિચાર આવ્યો કે જીવનમાં પણ Exactly આવું જ થતું હોય છે.ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ વસ્તુ ભવિષ્યમાં ક્યાંક કામ લાગશે એવું વિચારીને સંગ્રહ કરી રાખતા હોઈએ છીએ પણ એ ક્યાંય પણ કામ લાગતી હોતી નથી. નાનપણની યાદો સમા રમકડાં, કોઈ પ્રિય વ્યક્તિ પાસેથી મળેલી ગિફ્ટ, ઉપરાંત કેટલીક એવી નિર્જીવ વસ્તુઓ વગેરે... કે જેની સાથે આપણે emotionally જોડાયેલા હોય તેને સાચવી રાખતા હોઈએ છીએ જે ભવિષ્યમાં ક્યાંય કામ લાગવાની નથી.ભૂતકાળમાં બની ગયેલી કેટલીક ઘટના જેવી કે કોઈ વ્યક્તિ સાથે ગાળેલી સુખદ ક્ષણો,પ્રિય વ્યક્તિને ગુમાવવા,Break up તેમજ કેટલીક દુઃખદ ઘટના જે આપણા મગજમાં આજ સુધી સંગ્રહાયેલી હોય છે જે ભૂલવા ચાહો છતાં ભૂલી શકતા નથી અથવા તો ભૂલવા માંગતા નથી!જાણવા છતાં કે તેનાથી ભવિષ્યમાં કશો ફાયદો થવાનો નથી અલબત્ત કે પસ્તાવા સિવાય! આવી અમુક નક્કામી યાદોને વાગોળીને આપણે ખોટી રીતે દુઃખી થતાં હોય છે. ભૂતકાળમાં ન કરી શકેલ કામ,ઈચ્છા અનુસાર ન થયેલ ઘટના કાં તો યોગ્ય રીતે એ ઘટનાને માણી ન શકવાની અભરખાના લીધે વ્યક્તિ પોતે જ પોતાને કોસતો રહે છે.બસ આ જ ઘટનાઓ વ્યક્તિના મન પર એવી અસર કરે છે જેથી તે વર્તમાનને માણી શકતો નથી.
And at the end
યાદ રાખવું કે યોગ્ય સમયે ભૂતકાળની નક્કામી તસ્વીરોને (ઘટના) મેમરીમાંથી Delete કરવી જરૂરી થઈ પડે છે જેથી કરીને ભવિષ્યની ઉપયોગી તસ્વીરોને (ઘટના) કેદ કરવા પૂરતી Space મળી રહે.
-'હાર્દ' ડાંગોદરા
No comments:
Post a Comment