Search This Blog

Sunday, 27 November 2022

મોહ

 એક દિવસ અનાયસે મારાથી મમ્મીને એક પ્રશ્ન પૂછાય ગયો કે "અમુક વ્યક્તિ મરણ પથારીમાં સડી સડીને મરતા હોય છે.પોતાના જીવનથી એટલો ત્રાસી જાય છે કે પોતે ઈશ્વરને આજીજી કરતો હોય છે કે મને લઈ લે મારાથી આ દુઃખ સહન થતું નથી.પોતાના પરીવારના સભ્યો પણ એમનું દુઃખ જોઈ શકતા નથી.ઈશ્વર કોઈના સાથે આવો ક્રૂર અત્યાચાર શું કામ કરતો હશે?" ત્યારે મને અદ્ભૂત જવાબ મળ્યો કે "વ્યક્તિ અને એમના પરીવાર વચ્ચે એક ગાઢ,Emotional સંબંધ જોડાયેલો હોય છે.પોતાના વ્યક્તિઓ સાથે મોહ માયા જોડાયેલી હોય છે.એ મોહ માયા ઘડીકમાં છૂટતી નથી અને જો એ સંબંધ અચાનક એમજ તૂટે તો ખૂબ દુઃખ થતું હોય છે.એટલે ઈશ્વર જો એવો ક્રૂર ના બને તો પરીવારને એ વ્યક્તિ સાથેનો મોહ ના છૂટે.માટે જ ઈશ્વર તેમના વચ્ચેનો આ સંબંધ ધીમે ધીમે તોડવા પ્રયત્ન કરે છે કે જેથી કરીને એમના મૃત્યુ પછી એમના પરીવાર ને ઓછું દુઃખ થાય,ઓછો આઘાત લાગે."

એમાંથી 'મોહ માયા' શબ્દ મારા હ્રદયને સ્પર્શી ગયો.માણસ ગમે તેટલી ઉંમરનો થાય પણ તેનાથી મોહ માયા છૂટતી જ નથી. એ પછી કોઈ નિર્જીવ વસ્તુ હોય કે કોઈ સજીવ સબંધ! એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે ઈશ્વરના નામ લેવાની ઘરડી ઉંમરે પણ વ્યક્તિ પોતાના પૌત્રો સારા ધંધે ચડી જાય એવી ચેષ્ટા રાખતા હોય છે.છેક મૃત્યુના સમયે પણ પોતાના ગમતા વ્યક્તિને ભાળવાનો મોહ ત્યજી શકાતો નથી!


-'હાર્દ' ડાંગોદરા 

No comments:

Post a Comment

Useless Things

 કેટલાય સમયથી મેમરી ફૂલ હોવાને લીધે મોબાઈલ હેન્ગ થતો હતો. ફાઈલ મેનેજરમાં જોયું તો મોટા ભાગની જગ્યા Photos થી રોકાયેલી હતી. કોઈ પ્રિય વ્યક્તિ...