Search This Blog

Sunday, 18 December 2022

Useless Things

 કેટલાય સમયથી મેમરી ફૂલ હોવાને લીધે મોબાઈલ હેન્ગ થતો હતો. ફાઈલ મેનેજરમાં જોયું તો મોટા ભાગની જગ્યા Photos થી રોકાયેલી હતી. કોઈ પ્રિય વ્યક્તિ સાથેની વર્ષો જૂની chat પણ સાચવી રાખવાની મારી ટેવ.ખબર હોવા છતાં કે ભવિષ્યમાં એનો કશો જ ઉપયોગ થવાનો નથી અલબત્ત કે જગ્યા રોકવા સિવાય! પણ એ જૂની chat મારા મતે પારસ્પરિક સંબંધની લાગણી તેમજ Emotional Bond દર્શાવે છે.કોઈ સામાન્ય ઘટના, કુદરતી દ્રશ્યો, અદભૂત નજારાઓ, કોઈ ઐતિહાસિક વસ્તુઓ કે પ્રિયજનો સાથે ગાળેલી ખુશીની ક્ષણો કે પછી ખુદના જ Photos પાડવાનો તેમજ તેમને સાચવી રાખવાનો એવો શોખ કે જો ભૂલથી પણ એક સારા એવા પોઝના દસ ફોટો પાડયા હોય તો પણ એ બધા સાચવી રાખવાના.એક પણ Delete કરતાં મન માને જ નહી! પણ કાલે ભારે હ્રદયે Useless Photos Delete કરવાનો નિર્ણય લીધો. જેમ જેમ Scroll Down કરતો ગયો તેમ તેમ જૂની યાદો સામે તાજી થતી ગઈ અને એક પછી એક ઘટના યાદ આવતી ગઈ. મન તો નહોતું માનતું પણ Delete કર્યા વગર છૂટકો જ નહોતો!


આ સમયે જ મને આ લેખ લખવાનો વિચાર આવ્યો કે જીવનમાં પણ Exactly આવું જ થતું હોય છે.ઘણી વખત આપણે એવું વિચારતા હોઈએ છીએ કે આ વસ્તુ ભવિષ્યમાં ક્યાંક કામ લાગશે એવું વિચારીને સંગ્રહ કરી રાખતા હોઈએ છીએ પણ એ ક્યાંય પણ કામ લાગતી હોતી નથી. નાનપણની યાદો સમા રમકડાં, કોઈ પ્રિય વ્યક્તિ પાસેથી મળેલી ગિફ્ટ, ઉપરાંત કેટલીક એવી નિર્જીવ વસ્તુઓ વગેરે... કે જેની સાથે આપણે emotionally જોડાયેલા હોય તેને સાચવી રાખતા હોઈએ છીએ જે ભવિષ્યમાં ક્યાંય કામ લાગવાની નથી.ભૂતકાળમાં બની ગયેલી કેટલીક ઘટના જેવી કે કોઈ વ્યક્તિ સાથે ગાળેલી સુખદ ક્ષણો,પ્રિય વ્યક્તિને ગુમાવવા,Break up તેમજ કેટલીક દુઃખદ ઘટના જે આપણા મગજમાં આજ સુધી સંગ્રહાયેલી હોય છે જે ભૂલવા ચાહો છતાં ભૂલી શકતા નથી અથવા તો ભૂલવા માંગતા નથી!જાણવા છતાં કે તેનાથી ભવિષ્યમાં કશો ફાયદો થવાનો નથી અલબત્ત કે પસ્તાવા સિવાય! આવી અમુક નક્કામી યાદોને વાગોળીને આપણે ખોટી રીતે દુઃખી થતાં હોય છે. ભૂતકાળમાં ન કરી શકેલ કામ,ઈચ્છા અનુસાર ન થયેલ ઘટના કાં તો યોગ્ય રીતે એ ઘટનાને માણી ન શકવાની અભરખાના લીધે વ્યક્તિ પોતે જ પોતાને કોસતો રહે છે.બસ આ જ ઘટનાઓ વ્યક્તિના મન પર એવી અસર કરે છે જેથી તે વર્તમાનને માણી શકતો નથી.


And at the end

યાદ રાખવું કે યોગ્ય સમયે ભૂતકાળની નક્કામી તસ્વીરોને (ઘટના) મેમરીમાંથી Delete કરવી જરૂરી થઈ પડે છે જેથી કરીને ભવિષ્યની ઉપયોગી તસ્વીરોને (ઘટના) કેદ કરવા પૂરતી Space મળી રહે.


-'હાર્દ' ડાંગોદરા 

Sunday, 27 November 2022

મોહ

 એક દિવસ અનાયસે મારાથી મમ્મીને એક પ્રશ્ન પૂછાય ગયો કે "અમુક વ્યક્તિ મરણ પથારીમાં સડી સડીને મરતા હોય છે.પોતાના જીવનથી એટલો ત્રાસી જાય છે કે પોતે ઈશ્વરને આજીજી કરતો હોય છે કે મને લઈ લે મારાથી આ દુઃખ સહન થતું નથી.પોતાના પરીવારના સભ્યો પણ એમનું દુઃખ જોઈ શકતા નથી.ઈશ્વર કોઈના સાથે આવો ક્રૂર અત્યાચાર શું કામ કરતો હશે?" ત્યારે મને અદ્ભૂત જવાબ મળ્યો કે "વ્યક્તિ અને એમના પરીવાર વચ્ચે એક ગાઢ,Emotional સંબંધ જોડાયેલો હોય છે.પોતાના વ્યક્તિઓ સાથે મોહ માયા જોડાયેલી હોય છે.એ મોહ માયા ઘડીકમાં છૂટતી નથી અને જો એ સંબંધ અચાનક એમજ તૂટે તો ખૂબ દુઃખ થતું હોય છે.એટલે ઈશ્વર જો એવો ક્રૂર ના બને તો પરીવારને એ વ્યક્તિ સાથેનો મોહ ના છૂટે.માટે જ ઈશ્વર તેમના વચ્ચેનો આ સંબંધ ધીમે ધીમે તોડવા પ્રયત્ન કરે છે કે જેથી કરીને એમના મૃત્યુ પછી એમના પરીવાર ને ઓછું દુઃખ થાય,ઓછો આઘાત લાગે."

એમાંથી 'મોહ માયા' શબ્દ મારા હ્રદયને સ્પર્શી ગયો.માણસ ગમે તેટલી ઉંમરનો થાય પણ તેનાથી મોહ માયા છૂટતી જ નથી. એ પછી કોઈ નિર્જીવ વસ્તુ હોય કે કોઈ સજીવ સબંધ! એનું એક ઉત્તમ ઉદાહરણ છે કે ઈશ્વરના નામ લેવાની ઘરડી ઉંમરે પણ વ્યક્તિ પોતાના પૌત્રો સારા ધંધે ચડી જાય એવી ચેષ્ટા રાખતા હોય છે.છેક મૃત્યુના સમયે પણ પોતાના ગમતા વ્યક્તિને ભાળવાનો મોહ ત્યજી શકાતો નથી!


-'હાર્દ' ડાંગોદરા 

Tuesday, 12 October 2021

વર્ચસ્વ

                                 કોઈના પ્રત્યેનો આપણો વ્યવહાર કેવો છે એના પરથી નક્કી થતું હોય છે કે આપણું ચારિત્ર્ય કેવું છે! કોઈના પર આપણું પ્રભુત્વ બે રીતે જમાવી શકાય.જેમાં એકમાં બીજા સાથે શાંતિ, સમજણ પૂર્વક અને બુધ્ધિના કુનેહ પૂર્વક ઉપયોગથી કોઈના મનને જીતી શકાય.જેમાં સામેવાળી વ્યક્તિની આપણી તરફની દ્રષ્ટિ પણ આપણા વ્યવહાર જેવી એટલે કે શાંતિપ્રિય હોય છે. આપણો એના પરનો પ્રભાવ Positive પડે છે. આપણા પ્રત્યેની એને લાગણી વધે છે. જ્યારે બીજી તરફ કોઈને ડરાવી, ધમકાવીને પોતાના ખોફ બતાવીને પોતાનું વર્ચસ્વ એટલે કે પ્રભુત્વ અજમાવી શકાય. પણ એના પરિણામ સ્વરૂપે મળવાનુ પણ શું? બીજાની આપણી પ્રત્યે ઘૃણા,તિરસ્કાર, અવગણના, જેમાં આપણી પ્રત્યેની સવેંદના હણાય જાય છે. આપણા પ્રત્યેનો આદર ભાવ, માન સમ્માન જતો રે છે. એ રીતે આપણા પ્રત્યેની Negetive Effect ફેલાય છે. અને સૌથી અગત્યની બાબત એ છે કે સામેવાળી વ્યક્તિનું સ્વમાન ન ઘવાય એ ખાસ ધ્યાન રાખવાનું હોય છે.કોઈ પણ વ્યક્તિને પોતાનું કૈંક તો સ્વમાન હોય છે Even એ વ્યક્તિ જે મજૂરી કરીને ગુજરાન ચલાવે છે એને પણ સ્વમાન હોય છે. કોઈના સ્વમાનનો પ્રશ્ન આવે એટલે સામે તમે ગમે તેવી ડિગ્રી લઈને બેઠા હોય તો પણ તમારી કિંમત એ માણસ માટે ઘટી જાય છે. તો કોઈના પર positive effect પાડવી કે Negetive એ આપણા હાથની વાત છે દોસ્ત....!

-'હાર્દ' ડાંગોદરા 

Useless Things

 કેટલાય સમયથી મેમરી ફૂલ હોવાને લીધે મોબાઈલ હેન્ગ થતો હતો. ફાઈલ મેનેજરમાં જોયું તો મોટા ભાગની જગ્યા Photos થી રોકાયેલી હતી. કોઈ પ્રિય વ્યક્તિ...